નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. મન કી બાતની આ 62મી શ્રેણી છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સૌથી પહેલા હુનર હાટના પોતાના પ્રવાસનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ એ મારું સૌભાગ્ય છે કે મન કી બાતના માધ્યમથી મને દેશભરના નાગરિકોને ફરીથી એકવાર નમસ્કાર કરવાની તક મળી છે. તમને બધાને નમસ્કાર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણા દેશની વિશાળતા અને વિવિધતાને યાદ કરવી, તેને નમન કરવું, દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. આ વિવિધતાના અનુભવનો અવસર તો હંમેશાથી અભિભૂત કરનારો, આનંદથી ભરી દેનારો, એક પ્રકારથી પ્રેરણાનું પુષ્પ હોય છે. થોડા દિવસ પહેલા હું દિલ્હીના હુનર હાટની મુલાકાતે ગયો હતો જ્યાં મે આપણા દેશની વિશાળતા, સંસ્કૃતિ, પરંપરાઓ, ખાણીપીણી અને લાગણીઓની વિવિધતાઓના દર્શન કર્યાં. 


હુનર હાટમાં એક દિવ્યાંગ મહિલાની વાત સાંભળીને ખુબ સંતોષ થયો. તેમણે મને જણાવ્યું કે પહેલા તેઓ ફૂટપાથ પર પોતાના પેન્ટિંગ વેચતા હતાં પરંતુ હવે હુનર હાટ સાથે જોડાયા બાદ જીવન બદલાઈ ગયું છે. મને જણાવવામાં આવ્યું કે હુનર હાટમાં ભાગ લેનારા કારીગરોમાં પચાસ ટકાથી વધુ મહિલાઓ છે. છેલ્લા 3 વર્ષોમાં હુનર હાટના માધ્યમથી લગભગ 3 લાખ કારીગરો, શિલ્પકારોને રોજગારની તકો મળે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube